પ્લીઝ ના જા.... હું મરી જઈશ તારા વગર.. તો પણ એ ચાલી ગઈ... એને એને બહુ રોકી, બહુ રડ્યો, હાથ જોડ્યા, કરગરવા લાગ્યો પણ એ ના રોકાઈ,
પણ એના ગયા પછી એ મર્યો નહિ, થોડા દિવસ ઉદાસ રહ્યો, પાછો ધીરે ધીરે મૂળ રૂપ માં આવી ગયો.. એને ભાન થવા લાગ્યું કે એનો ડર અકારણ હતો
જે સમય ની સાથે અનુભવ આપી ગયો... એને ફરી પ્રેમ થયો.. અને આજે એને કોઈ એજ કહી રહ્યું હતું..પ્લીઝ ના જા.... હું મરી જઈશ તારા વગર.. તો પણ એ ચાલી નીકળ્યો,એને એને બહુ રોક્યો, બહુ રડી,હાથ જોડ્યા,કરગરવા લાગી, પણ એ ના રોકાયો.. સૌથી મોટી એ વાત કે એ હજુ પણ મરી નથી..
પ્રેમ માં કોણ મરે છે..?
પ્રેમ હંમેશા જીવતા શીખવે છે.. પ્રેમ પ્રેમ કરતા પણ શીખવે છે.. પ્રેમ વિરહ માં પણ સ્થિરતા શીખવે છે, પ્રેમ કઠોરતા પણ શીખવે છે.