Gujarati Quote in Poem by Jayesh Lathiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખોવાઈ ગયું છે એક બાળક

ઉચા હતા સપના એના

સ્મિત હતુ મુખ પર એના

પ્રિય હતુ ઘરમા સૌનુ તે

કરવી છે એક ફરિયાદ મારે

ખોવાઇ ગયું છે એક બાળક

જેમ કહો તેમ કરતુ હતુ તે

કાલની ચિંતા ના કરતુ તે

બિજાની ખુશીમાં ખુશ રહેતુ તે

નિસ્વાર્થ ભાવે પ્રેમ કરતુ તે

કરવી છે એક ફરિયાદ મારે

ખોવાઇ ગયું છે એક બાળક

જોતા જ ગમી જાય તેવુ હતું તે

દુનીયાથી સાવ જુદુ હતુ તે

એક પ્રેમની ભાષા સમજતુ તે

કરવી છે એક ફરિયાદ મારે

ખોવાઇ ગયું છે એક બાળક

બાળપણ હતુ નામ એમનુ

મળે તમને તો સાચી દિશા બતાવજો

સમજે તો જરા સમજાવજો એમને

કોઇ જુએ છે રાહ એમની રે

Gujarati Poem by Jayesh Lathiya : 111242166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now