*આત્મસંતોષ* "માઈક્રોફિક્શન" 25_8-2019
આકાશ ઓફિસમાં બેઠા બેઠા પોતાની પત્ની ને ફોન કરી ને કહ્યું કે ચાર દિવસ પછી મમ્મી ને પેહલા શ્રાધ્ધમાં ભેળવવાના છે તો પૂજા કરાવવા ગોર મહારાજ અને કેટરીગ વાળા નક્કી કરી લીધા છે બસ તું બધાને આમંત્રણ આપવા મંડ. પત્ની એ કહ્યું કે આકાશ મમ્મી ને આવું બધું નહોતું ગમતું. આકાશ કહે મારે સમાજ અને સગા વ્હાલા ને બતાવી દેવું છે. તું આમંત્રણ આપવા મંડ આમ કહી ફોન મુક્યો.એટલામા પટાવાળો આવ્યો સાહેબ મને પચાસ હજાર ની જરૂર છે કાલે મારા દિકરા ની બેવ આંખનું ઓપરેશન છે માટે. આકાશ ના કહેવા જતો હતો પણ એની મમ્મી એની સામે આવી ઉભા. આકાશે પટાવાળા પાસેથી દવાખાના નું એડ્રેસ લઈ લીધું.અને સવારે વહેલા પત્ની સાથે દવાખાને પહોંચી રૂપિયા ભરી દીધા અને બીજા પટાવાળા ને હાથમાં આપ્યા કહ્યું કે આ પગારમાં થી નહીં કપાય આ તો મારી મમ્મી ને દિલની ભાવનાથી આપેલું સાચું શ્રાદ્ધ છે. આજ સાચો આત્મસંતોષ છે..
ભાવના ભટ્ટ અમદાવાદ....