ભૂલ સમજતા બહુ મોડું ન થઇ જાય જોજો...
પાસે રહેલું કોઇ બહુ દૂર ન થઈ જાય જોજો...
સાથે છે ત્યાં સાથ માણી લેજો એનો....
ક્યાંક એ એટલો દૂર પણ ન થઈ જાય જોજો...
મળવાની ઇચ્છા થાય ત્યારે એને મળી લેજો...
જેવોપણ મળે છે એવો એનો એ પ્રેમ સ્વીકારી લેજો.
ક્યારેક એ પ્રેમ માટે પણ તડપવું ન પડે એ જોજો..
ભૂલ સમજતા બહુ મોડું ન થઈ જાય એ જોજો..
પાસે રહેલું કોઈ બહુ દૂર ન થઇ જાય એ જોજો.
---હેતલ જોષી... રાજકોટ