એ અધૂરી ક્ષણ પછી...
હું અધૂરી
તું અધૂરો
સ્વપ્ન ,સત્ય ,સુખ અને દુઃખ પણ અધૂરાં રહ્યાં...
એ બધું જે મેં કહ્યું તે તારા સુધી પહોંચ્યું જ ક્યાં?
ને
તેં જે સાંભળ્યું, જાણ્યું કે માન્યું તે બધું હતું જ ક્યાં ?
એ અધૂરો સ્પર્શ
જાણે ત્વચા પર ઉઝરડો થઈ ગયો
અધૂરી વાત
અધૂરો અર્થ
જાણે આપણી વચ્ચે થીજી ગયો
અધૂરો ઝગડો
અધૂરો આવેશ
ક્રોધ પણ જાણે અધૂરો થઈ ગયો
તૂટેલા અરીસામાંથી ટપકી ગયેલા
અધૂરાં પ્રતિબિંબ હવે પોતાના ટુકડા શોધે છે...
આ બધુ અધૂરું રહી ગયું
એમાં એક સંબંધ પૂરો થઈ ગયો??
#missyou