"મે આઈ કમિંગ, સર"?
"યસ, પ્લીઝ સીટ ડાઉન."
"તો ""પોલમી શર્મા"" નામ જેટલું સુંદર છે એનાથી પણ તમે વધારે હોટ લાગો છો."
મહેતાએ પોતાની હવસ ભરી દ્રષ્ટિ પોલમીના વક્ષ સ્થળો પર ફેરવતા કહ્યું. એટલા વર્ષો પછી પત્નીમાં મઝા નોતી.
પોલમી લજ્જાથી નીચું જોઈ ગઈ.
"તમે આ નોકરી તોજ મળે જો તમે એક શર્ત મંજૂર કરો!"
"કઈ શર્ત સર"
"ઓફીસના કામની સાથે મારી પણ સેવા કરવી પડશે?"
"જી સર"
લાચાર બેકાર પોલામીએ જવાબ આપ્યો.
પોલમી એકનું એક સંતાન હતું, પિતાના અકસ્માત પછી બધો ભાર પોતે સાંભળવાનો હતો.
"ઓકે, લેટર તું રિસેપ્શન પરથી લઈ લેજે, કાલથી મારી સેવામાં આવી જજે.
લાળ ટપકાવતો મેહતા સાંજે ઘરે પોહચયો, પોતાની દીકરીને ટેબલ પર ન જોતાં તે એમના રૂમમાં દાખલ થયો.
" પૂજા કેમ રડે છે દિકરી?"
"પપ્પા મારી થીસીસ મારા ગાઈડ તોજ લેશે જો હું કપડાં ઉતારવા તૈયાર થાવ!!!"
"મારે નઇ કરવી P.hd."
મેહતા સ્તબ્ધ આંખે લાચાર પૂજા અને ભીતરમાં પોલમીને નિહાળી રહ્યો.!!