માઈક્રો-ફિક્શન- રક્ષાબંધન..!
"બહેન, દર વખતની જેમ આજે પણ મને રાખડી નહીં બાંધો.?" એક ભાઈ પોતાની બહેન ના ફૂલહાર ચઢાવેલા ફોટા સામે ઉભો રહી સજળ નેત્રે બોલી રહ્યો છે.
ભાઈની આંખ માંથી નીકળેલ અશ્રુબુંદ નીચે પડે એ પહેલાં જ હારમાંથી છૂટું પડેલું એક ફૂલ ભાઈના પગ પાસે જમીન પર પડ્યું.
નીચે ટપકી રહેલું અશ્રુબુંદ તે ફૂલ વડે ઝીલાઈ ગયું.
આભાર..