સૌ એ માન્યું આ પવિત્ર બંધન ,
મીઠું મધુરું રક્ષાબંધન...

સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ,
મીઠું મધુરું રક્ષાબંધન....

કાચા સૂતર ના તાંતણે બંધાયું,
ભાઈ બહેન ના પ્રેમ નું બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન...

ન લાગે કોઈ ની નજર નું અડચણ,
જાણે હરિએ આંજેલું આંજણ,
મીઠું મધુરું રક્ષાબંધન...

શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ?
પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર,
મીઠું મધુરું રક્ષાબંધન....

પારુલ ઠક્કર "યાદે"

Gujarati Poem by પારૂલ ઠક્કર... યાદ : 111236393
Kamlesh 7 year ago

વાહ... બેનબા... અદ્દભુત રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now