Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારો મને સહારો મળે તો જીવનમાં મને કિનારો મળે.
ત્રૂટક નૈ એકધારો મળે તો જીવનમાં મને કિનારો મળે.

વર્ષોથી અટવાઉં છું ભવાબ્ધિમાં હે ભગવંત દયાળુ..!
મને તારા વિચારો મળે તો જીવનમાં મને કિનારો મળે.

ઊંડાં રે જળને ઝંઝાવતી તોફાનો મારે મધદરિયે છે,
તારો આવકારો મળે તો જીવનમાં મને કિનારો મળે.

તુજવિણ કોણ ઉગારે અબ્ધિ અફાટના સકંજાથી,
તારા ઉપકારો મળે તો જીવનમાં મને કિનારો મળે.

હિંસક જળચર કેવાં સતાવે અહર્નિશ હો ઉપાધિ,
કદી તારો પનારો મળે તો જીવનમાં મને કિનારો મળે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111234583
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now