આમ તો બધું સરસ ચાલે છે અમારી વચ્ચે, બસ એમાં સમજણ અધ્યાહાર છે,
ચા પણ તું બહુ ફાંકડી બનાવે છે સવારમાં, એમાં ખાલી સુગર અધ્યાહાર છે,
બોસની બીકે પહોંચું ઓફિસ તાબડતોબ, પણ જોઉં તો બોસ જ અધ્યાહાર છે,
ઓફિસની પહેલી ચા નો કર્યો ઓર્ડર ને, ત્યાં તો પ્યુન અધ્યાહાર છે,
બપોરનું ટિફિન તો બહુ સરસ બનાવ્યું છે વ્હાલીએ, બસ એમાં રોટલી જ અધ્યાહાર છે,
ગુસ્સામાં સાંજે પહોંચ્યો ઘેર વહેલો, પણ જોયું તો પત્ની જ અધ્યાહાર છે,
નયન થકી વાતો તો રોજ થાય તારે ને મારે, બસ એમાં વાણી અધ્યાહાર છે,
બાકી બધું જગ-જાહેર છે તારી ને મારી વચ્ચે હવે, બસ માત્ર "પ્રેમ" અધ્યાહાર છે.