છું નકામો સાવ, નથી કોઈ કામનો હું
જો કોઈ હસે મારા પર તો સમજું છું
કોઈને કામ તો આવ્યો! ધન્ય જીવન.
આમતો કશું રહેતું નથી કાયમ કોઈનું
પણ જો કર્યું હશે કોઈ સારું કામ કદી.
તો નામ કોઈ ભૂલતું પણ નથી ને કોઈનું.
કોઈ ઓળખતું પણ ક્યાં હતું મને ત્યારે
કે જ્યારે હું આવ્યો અહીં આ સંસારમાં
પણ કદાચ આજે કોઈ તો હશે જ મારું