Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તા નં ૪,
નમસ્તે બાળકો..
મંગળવાર આવ્યો ને મને પણ તમને મળવાનું મન થઈ આવે હું પણ રાહ જોઉં મારા વહાલા બાળગોપાળોને મળવાની..તમને ખબર છે મંગળવાર એટલે ગણપતિ બાપાનો વાર..!
વાર્તા ન. ૪
બકો જમાદાર એકવાર મહારાષ્ટ્ર ના ગોકર્ણ ગામે સહકુટુંબ ફરવા ગયા. બાળકો દરેક ગામે એક વાર્તા તો હોય જ.આ ગોકર્ણ ગામના દરિયા કિનારે રાવણ જે લંકાનો મહારાજા તપ કરતો હતો. બધા દેવો તોનાથી ગભરાય.થયું એવું કે તે શંકરભક્ત તેથી શિવલિંગ લઈ તપ કરે .જો કોઈ એ શિવલિંગ તેના હાથમાંથી નિચે મૂકવીદે તો એનું તપ ભંગ થાય.ગણેશે બીડું ઝડપ્યું એ તો દરિયા કિનારે બાળ સ્વરૂપે ગયા
અને ટહેલવા લાગ્યા.રાવણનો નહાવાનો સમય થયો હતો. એને થયું આ બાળક ને કહું
તે શિવલિંગ પકડી રાખે ને પોતે નાહી આવે.
બાળક પાસે આવી એણે તો કરડાકી થી કહ્યુ
“બાળક આ શિવલિંગ પકડને હાલ્યા ચાલ્યા વગર ઉભો રહે.”હવે ગણેશ તો મનમાં મરક્યા
એમને તો મોકો મળી ગયો.જેવો રાવણ નહાવા
ગયો કે તેણે તો મોકો મળતા શિવલિંગ જમીન પર મૂકી દીધું. રાવણ પાછો ફર્યો ને શિવલિંગ
જમીન પર જોયું તો ક્રોધે ભરાયો, ગણેશ ને
શોધવા લાગ્યો પણ તે તો દેખાયા નહિ.આમ તેની તપશ્ચર્યા નો ભંગ થયો ને દરિયા કિનારે
શિવલિંગની સ્થાપના થઈ .ડર થી કોઈ કાર્ય ન થાય બાળકો.
બકો જમાદાર આ ઈતિહાસ જાણી એટલું
સમજ્યા કે અભ્યાસ હોય કે કામ જો ડરથી કરાવા જાવ તો તે પાર ન પડે. તે હંમેશા પ્રેમથી જ પાર પડે.તેમણે બધાને સમજાવ્યું
કે અભ્યાસની આદત પાડો પણ કોઈને ધમકાવીને કોઈ કાર્ય કરાવીએ તો તે જરૂર કરે પણ ડરતા ડરતા ને આખરે તે કાર્ય અધુરૂ રહે અથવા કાર્ય થાય જ નહિ.સિંહને સરકસમાં રીંગમાસ્ટર ચાબૂક થી ડરાવી ને કાર્ય કરાવે છે
પણ સિંહ તે કાર્ય ડરનો માર્યો કરે પણ જો તે વીફરે તો રીંગમાસ્તરને પણ ઘૂરકી લે.બકા જમાદાર હવે પોતાના બાળકોને પ્રેમથી સમજાવી ને કામ પાર પાડવા માંડ્યું. બાળકો તમે પણ માતાપિતાનું કામ કે અભ્યાસ ડર થી નહિ પણ પ્રેમ થી કરજો.કરશોને..?
ચાલો ફરી આવતા મંગળવારે.ફરી કંઇક નવું !
મજા આવે છે ને ઉનાળાની રજાઓ માં..?નવું નવું કંઇક કરજો.ફરવા જાવ તો ડાયરી લખજો.માનશોને
તમારી મિત્ર શ્રી ની વાત.
જયશ્રી.પટેલ
૮/૫/૧૮

Gujarati Story by Jayshree Patel : 111231655
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now