રવિવાર ની રમૂજ (ઓનલાઈન થા)
ચાલ ભેરૂ કામ છોડી ઓનલાઇન થા!
દે પુરાવો ફોન જોડી ઓનલાઇન થા !
લાવ સર્વે આંકડા ને માહિતી પણ છે,
વેશ ઝાઝા રાત થોડી ઓનલાઇન થા !
ચાલશે ના નેટ નાં બ્હાનાં જરા પણ જો !,
ખોરડે ચડ મેલ ઘોડી ઓનલાઇન થા!
સાવ અમથું ચૂંથવું શું ચોપડી માં તો ?
ચોપડી તું મેલ છોડી ઓનલાઇન થા !
બાર હમણાં વાગશે સરજી ગરમ થાશે ,
મેલ પૂળો ઊઠ દોડી ઓનલાઇન થા.
વાત ભણતરની પછી કરજે નિરાંતે જા ,
સાંભળીશું કાલ મોડી ઓનલાઇન થા.
નામ તારે આળ ચડશે કામચોરી નું ,
સાવ કરશે મૂલ કોડી ઓનલાઇન થા.
ચાલશે ના ફોન જૂનો નેટ વગર નો છે,
નાખ મોબાઇલ તોડી ઓનલાઇન થા .
દાજીના ડાયરામાંથી સાભાર.