શુભ સંધ્યા મિત્રો,
....એવું તને કોણે કહ્યું ....?
એમણે નાખી નજર એવું તને કોણે કહયું ?
છે મને સઘળી ખબર એવું તને કોણે કહયું ?
હું ગુલાબી હોઠને પણ પી ગયો છું હોઠથી,
છે હજી એની અસર એવું તને કોણે કહ્યું ?
દિલ ધર્યુ છે એમના ચરણે અમે શ્રદ્ધાસભર,
તોય છે બાકી કસર એવું તને કોણે કહ્યું ?
એક રાધાએ લગાડી ધૂન એના નામની
ને થયો માધવ અમર એવું તને કોણે કહ્યું ?
ફૂલ પણ ચઢયા પછી થઇ જાય છે ગઝલો બની,
એજ છે મારી કબર એવું તને કોણે કહ્યું ?
જિગર ઠકકર 'ગઝલનાથ'