?મા?
જયારે-જયારે જોઉં છું તને,
એક વાત યાદ આવે છે મને,
તું નથી તો જગ સૂનું છે,
તું છે તો સ્વર્ગ પણ જૂનું છે,
તું જ દુનિયાની આરંભ છે,
તું જ દુનિયાનો છેડો,
નથી જોયો જેને તારો પ્રેમ,
તે જ દુનિયામાં સૌથી સુનો છે,
તું જ ઈશ્વર છે ,
તું જ પરમેશ્વર છે,
તું જ સનાતન સત્ય છે,
કેમ કે તું એક "મા" છે.
- શ્રેયા પઢીયાર