Gujarati Quote in Good Morning by Kunjdas

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રાવણ માસમાં કાળું ડિબાંગ આકાશ અને કલાકોથી એકધારો વરસતો વરસાદ.
શેરીઓ સૂની અને રાજમાર્ગો ઓલમોસ્ટ નિર્જન.
દૂધવાળા અને સ્કૂલ વાનના કર્કશ હોર્ન વગરની સવાર.
જનજીવન ઠપ્પ અને માત્ર પ્રકૃતિ સક્રિય.. બાકી બધા જ માત્ર પ્રેક્ષક.
આખા મલક પાર જાણે કુદરતનું આધિપત્ય.
એરકંડિશનર બંધ, માધ્યમ ગતિએ ચાલતો પંખો, ઘરમાં પણ સાંભળી શકાતો અવાજ.
આવા સોનેરી દિવસ બે-ચાર વર્ષે એક વખત જ આવે છે,
એને મન ભરી શ્વાસોમાં ભરીયે તો જ પ્રકૃતિનો આદર કર્યો ગણાય. તેનું સેલીબ્રેશન કરીયે તે જ તેનું આભારદર્શન.
ગરમાગરમ ચા અથવા કોફીની ચુસ્કી લેતાં-લેતાં કુદરતની આ લીલા માણજો.
આવો, આપણે સૌ આ ભીના કાજળઘેરા સપ્તાહ ને વધાવીયે.

Gujarati Good Morning by Kunjdas : 111228372
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now