Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રિય વરસાદ,
પહેલાં સાદ પાડ્યો તો સાંભળે નહીં અને હવે બસ આવ્યો તો ટૂટી જ પડ્યો. પ્રમાણભાન જેવું કઈ નહીં રાખવાનું ?એમાં તારો કંઈ વાંક નથી. લોકો તને આવવાની પહેલ કરે ને તું મન મૂકી ને વરસે એટલે કપડાં ના સુકાય એટલે બધા તને બંદ થવાની પ્રાર્થના કરે. એટલે તું confuse થઈ જાય છે.

વડોદરા માં આટલું વરસવાની શું જરૂર ? શાળા માં રજા મળી. અહીં બધાં છોકરા આજે કકળતા જીવે સ્કૂલે ગયા કે આપણે વડોદરા રહેતાં હોત તો કેવું સારું ! પણ છોકરાવ શું સમજે ? તું એમનું સાંભળી ને વડોદરા કોપી કરી ને અહીં પેસ્ટ ના કરતો, હોં. અને ફોરવર્ડ પણ ના કરતો, તું કંઈ વોટ્સએપ નો મેસેજ નથી ! તું આવે ને તારી પાછળ કીચડ થાય છે, તું અડધો કલાક આવે ને અહીં ચાર દિવસ પાણી ભરાયેલ રહે છે. તો તું મ્યુનિસિપાલિટી ને એક નોટિસ ફટકાર ને...અમે તો ખાડા કૂદવા માં , ભૂવા જોવા ભેગા થવા માં, રસ્તા પર સ્કૂટર છોડી ને આઇ જવા માં, કાર રિપેર કરાવવા માં વગેરે કામો માં અત્યંત બિઝી છીએ.
ચલ, બાય, મળતાં રહીશું, પણ માપ માં જ હોં ( અતિરેક સારો નહીં ).
લી.અમદાવાદ ના નગરજનો

Gujarati Jokes by Amita Patel : 111228335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now