આજે સપનામાં આવ્યા મારા વાલા !
કાંઈ બોલ્યા નહિ
પણ, બધુ જ સમજાવી ગયા મારા વાલા...!
આજે સપનામાં આવ્યા મારા વાલા !
કાંઈ બોલ્યા નહિ
પણ,આમ તેમ જોઈ ને મને ગોતી ને શાંતીનો શ્વાસ લઈ ગયા મારા વાલા...!
આજે સપનામાં આવ્યા મારા વાલા!
કાંઈ બોલ્યા નહિ
પણ,આંખોમાં આંખો મિલાવી ને મને મળી ગયા મારા વાલા....!
આજે સપનામાં આવ્યા મારા વાલા !
કાંઈ બોલ્યા નહિ
પણ, આવ્યો છુ હું તને મળવા અેમ કહી ગયા મારા વાલા...!
આજે સપનામાં આવ્યા મારા વાલા !
કાંઈ બોલ્યા નહિ
પણ, મંદ હાસ્ય કરી ને હરખની હેલી ઊભરાવી ગયા મારા વાલા...!
આજે સપનામાં આવ્યા મારા વાલા !
કાંઈ બોલ્યા નહિ
પણ,મારી સામે અેકી ટસે જોઈ રહયા અને તારામાં વસી ગયો હું અેમ ધીમેથી કહિ ગયા મારા વાલા..!
#Deepsagar