રોટલા ને ડુંગળી ની મિઠાશ એના પર મરકાય છે,
મોટા પેટ પાછળ આજે સૂકું સલાડ શરમાય છે !
ખુલ્લું આકાશ અને તારા એને ચીડવતા જાય છે,
એસી રૂમ માં ઊંઘ ની ગોળી વગર ક્યાં સુવાય છે !
પ્રસંગો ની જ્યાફત ભુલાઈ, મિત્રો ની સંગત કરમાય છે,
હિંચકે ઝૂલતી એક કપ ચા, એકલી જ ઠંડી થાય છે !
શું પામ્યું શું ગુમાવ્યું ના ગોથા માં જ જીવન અટવાય છે!
...જો ને પેલો ઊભો કેવો હરખાય છે !!
...હા ,અહીંયા એની જ તો વાત થાય છે..!!