માઇક્રોફિક્શન - રિટાયરમેન્ટ
પ્રકાશભાઈ 40નાં થયા એટલે એમના મિત્ર ઉમેશે એમને રિટાયરમેન્ટ પ્લાન માટે સલાહ આપી. પોતે ખાનગી નોકરી કરી રહયા છે અને એમને કોઈ પેંશન નહીં આવે એવું તો ખબર જ હતી પ્રકાશભાઈને. સવારે જ વહેલા ઉઠીને ઉમેશને કહ્યું, આજે 9 વાગે રિટાયરમેન્ટ પ્લાન લેવા જઈશું, જોડે આવજે. 9 વાગે પ્રકાશભાઈ અને ઉમેશ સ્કૂટર પર નીકળ્યા અને સીધાંજ હોસ્પિટલ જઈને ઉભા રહ્યા. સામે જ ઇન્કવાયરી વિન્ડો પર પૂછી લીધું, આ અંગદાન માટે રજીસ્ટ્રેશન ક્યાં કરવું?