પ્રત્યેક સારાં કામની કદર થવી ઘટે.
અનુસરણે સત્યની અસર થવી ઘટે.
ટીકાને પ્રશંસા તો થતી જ રહેવાની,
આપણા રાહ તણી ખબર થવી ઘટે.
'તુંડે તુંડે મતિર્ભિન્ના' તાસીર જગતની,
વર્તુણૂંક આપણી દૂધસાકર થવી ઘટે.
કોઈની નિંદા તો સહજ થઈ જનારી,
પ્રોત્સાહનની વૃત્તિ જબ્બર થવી ઘટે.
માનવ્ય એ અદ્દભુત પાસું આપણું,
પ્રગટ માનવતા ઇશખાતર થવી ઘટે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.