થયું કે હવે સંવેદનાઓ બુઠી થવા લાગી છે..
સુન્ન પડી ગયેલી ચામડી જેવી થઈ ગઈ છે..
ન કોઈ દર્દ કે ન કોઈ પીડા ન કોઈ ખુશી
કોઈ જ અનુભુતિ નહીં..
બરફ ના ચોસલા જેવું કંઈક ભીતર થીજી ગયુું છે..
એકદમ ઠંડુ ને લાગણીવીહીન એવું લાગી રહ્યું..
પણ અચાનક તેની એક ઝલક ને બધું પીગળવા લાગ્યું.
ભીતર જામેલો બરફ ઓગળવા લાગ્યો
સંવેદનાઓ ની ધાર તેજ બની ગઈ ને
તે હૃદય ની આરપાર જવા લાગી તેને ભેદવા લાગી
દર્દ ને પીડા ની અનુભુતિ કરાવવા લાગી
વિખરાવવા લાગ્યું મારું સમગ્ર અસ્તિત્વ ને
હું ફરી મારા વિખરાયેલા અસ્તિત્ત્વ ને
સમેટવાના પ્રયત્ન માં લાગી ગઈ..
#pooji