Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હુન્નર
ભાગ : ૩
બે મહિનામાં સમા ને તેના ડ્રોઈંગસર બન્ને જણે
બધા ચિત્રો ને સુંદર ફ્રેમ થી કંડાર્યા .શાળાના જ હોલ માં પાંત્રિસ સુંદર ચિત્રો નું પ્રદર્શન ગોઠવ્યું .તેના ઉદ્દઘાટન માટે પૂ.નાનાજી ને પટાવી સમાએ તૈયાર
કર્યા .આખી જિંદગી જેની પેન્સિલ પણ ઉઠેલી ન જોઈ સકનારા પતિદેવ ને દોહિત્રીએ પાઠ શીખવવાનું
જ નક્કી કર્યું હતું .જે સ્ત્રી એ પચાસ વર્ષ એમને સહ્યા, તેમની સેવા કરી એના નાના સરખા હુન્નર ને વિકસવા
ન દીધો.એ એને માટે દુખદ ને નિરાશા જનક હતું .
જેમ જેમ સમય નજીક આવતો હતો,સમા નું મન અધીરૂ થતું ગયું .તે હવે આંખમાં ના આંસુ છાનામાના
રોકી રહી હતી.આચાર્યા સરોજબેન આવ્યા,ડ્રોઈંગસર
ચૈતન્યભાઈ અને સમાના મિત્રો ને સખીઓ ના માતાપિતા આવ્યા.આમ શાળાનો પ્રદર્શનખંડ માનવમેદની થી છલોછલ ભરાયો ને સમાએ તેના માતા પિતા ને માસી ને નાના નાની ને લઈ આવવાનો ફોન કર્યો.નાના તો પોતાને હાથે દોહિત્રી ના પ્રદર્શનનું ઉદ્દઘાટન થશે એનું પોરસ ચઢી રહ્યું હતું .
લાલ રીબીનને કાતર મુકાય કે તરત જ સમાએ માઈક સંભાળ્યું ને નાની મીરાં ને પંચોતેર વર્ષની બધાઈ આપતા ફૂલોનો ગુલદસ્તો હાથ માં આપ્યો ને
પ્લેટિનયમ મહોત્સવ નો આનંદ વ્યક્ત કર્યો.
પ્રદર્શન નું શીર્ષક “પ્લેટિનયમ મીરાં” જોઈ,મીરાં તેના
હર્ષાશ્રું ન રોકી સકી.નાના ચિત્રો સામે જોતા જ રહ્યા,
તેઓ માની ન શક્યા કે આ “હુન્નર” ની કલાકાર પચાસ વર્ષની સંગિની મીરાં છે.નિસ્તબ્ધ નાના ને જોઈ સમા
એ નાના ને માઈક આપી નાની મીરાં માટે બે શબ્દ બોલવા કહ્યું પણ નાના નિ:શબ્દ અવાક રહી ગયા.મીરાં ના આ બોલતા ચિત્રો વર્ષો નો ઈતિહાસ રચી
રહ્યા હતા.લોકો છુટા મોઢે ચિત્રો ના વખાણ કરી રહ્યા
હતા.સમાની આંખો મા પંદરવર્ષ ની ઉંમરે એક સ્ત્રી,
કલાકાર કે નાની ને ન્યાય અપાવ્યાનો આનંદ હતો ને
નાના ની આંખમાં “હુન્નર” ન ઓળખ્યાનો પશ્ચાતાપ.

જયશ્રી.પટેલ
૭/૧/૧૯

Gujarati Story by Jayshree Patel : 111224197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now