. *ભગવાનને પ્રશ્ન* ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*વ્યવહારમાં આપણે ખોટ છે* !
*તો શા માટે ભગવાનને પ્રશ્ન* ?
_શ્રદ્ધા હોવા છતાં શક કરીએ છીએ_,
_દેવા છતાં લેવાની ઈચ્છા વધારીએ છીએ_.
*ધોખો કરતા આપણને આવડે છે*
*તો શા માટે ભગવાનને પ્રશ્ન* ?
_રસ્તાથી પાછા આપણે વળીએ છીએ_,
_કૃપા હોવા છતાં વિશ્વાસ મારીએ છીએ_.
*સાથ દેવાનું કહીને સાથ છોડીએ છીએ*
*તો શા માટે ભગવાનને પ્રશ્ન* ?
_કોઈના દિલની લાગણી આપણે તોડીએ છીએ_,
_કોઈએ મૂકેલા ભરોસાને આપણે મારીએ છીએ_.
*મળે છે આપણા કર્મો થકી દંડ*,
*તો શા માટે ભગવાનને પ્રશ્ન* ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD