આખા દિવસમાં એકપણ વાર ફોન કરવાનો સમય ના મળ્યો..!!??
અદ્ભૂત છે નઈ જિંદગી..!!??
આખી જિંદગી આપણે જેનાં માટે જીવતા હોઈએ એ વ્યક્તિ મિત્ર, પ્રેમી, પ્રેમિકા, માતા, પિતા, પત્ની, બાળકો આ બધા સામે ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન આવીને ઉભો રહી જાય છે. ત્યારે આખી જિંદગીમાં કલાકો ના કલાકો આપેલા બધાજ ગૌણ થઈ જાય છે.
કોઈક દિવસ આવું થઈ જાય અને એના પછીના દિવસની વાતની શરુવાત અને અંત આ જ વાતના discussion માં નીકળી જાય છે. જ્યાં સુધી સામેનું વ્યક્તિ guilty ફીલ ના કરે ત્યાં સુધી આ સમય નામના સવાલો ઉભા ના ઉભા રહે છે.
એમાં પણ બે ધારી કહેવતો મોટો ભાગ ભજવે છે. "પોતાનાઓ માટે સમય હોય નહીં કાઢવો પડે" બીજી તરફ "પોતાના બોલ્યા વગર સમજી જાય" અને આ બધામાં સંબંધ પિસાતો જાય છે ને આખરે હતાશ થાય છે.
મને લાગે કે કોઈવાર વાત ના થઈ એના સવાલો કરતા એ પણ વિચારવું રહ્યું કે સામેની વ્યક્તિને પણ આપણી જરૂર હતી જ. એટલે જ્યારે પણ વાત થાય ત્યારે સવાલો કરતા લાગણીઓ વહેંચવી. એના મનમાં કાંઈક હશે તો કહી દેશે. આટલો વિશ્વાસ તો કરવોજ રહ્યો સ્નેહીઓ ઉપર. બંને ને એકબીજાની જરૂર છે અને સાચેજ એવું હોય કે જરૂર નથી તો એ સંબંધ થોડો હોત..!!??
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...