સંબંધો સાચવતાં સાચવતાં,
ક્યારે આ સંબંધોમાં જ ગૂંચવાય ગયાં,
ખબર જ ન પડી....
બીજાની ઇરછાઓ પૂરી કરતાં કરતાં,
ક્યારે પોતાની જ ઇચ્છાઓ ભુલી ગયાં,
ખબર જ ન પડી...
લોકોને જવાબો આપતાં આપતાં,
ક્યારે પોતાના જ સવાલોમાં ગૂંચવાય ગયાં,
ખબર જ ન પડી...
બીજાને સમજાવતાં સમજાવતાં,
ક્યારે પોતે જ સમજી ગયાં,
ખબર જ ન પડી...
રમતો રમતાં રમતાં,
ક્યારે જીંદગી ની રમતમાં ફસાઈ ગયાં,
ખબર જ ન પડી...
જીંદગી તો આવી જ છે એવું કહેતાં કહેતાં,
ક્યારે જીંદગી જીવી ગયાં,
ખબર જ ન પડી....