મધુર યાદનું સ્પંદન ..,
બગિચો ફૂલોની મહેક થી મહેકી ઉઠ્યો હતો.એમજ બાંકડા પર ચાલતા ચાલતા પગને
વિશ્રામ આપવા બેસી ગઈ.આંખ મીંચી ઠંડી હવા ના સ્પર્શની મધુરતા માણી રહી હતી કે
નજર એક ફૂલ પર મંડરાતા ભ્રમરને જોઈ હું
મલકાઈ ગઈ.
જાણે લાગ્યું ફૂલ ભ્રમરને હંફાવી રહ્યું છે. પવનના નાના ઝોકાથી ડોલી રહ્યું હતું ને ભ્રમર ને સ્પર્શવા ન દેવું હોય એમ ..અચાનક ભ્રમર બેસી ગયું ફૂલ પર ને એ પણ ડોલી ઉઠ્યો.
થોડી વારે ફરી ગુંજારવ થયો ને જાણે મને ભાસ થયો કે હવે ભ્રમર પૂછી રહ્યું કે હવે મને
પ્રિય કેવી રીતે યાદ કરીશ..હુ તો ડંખી ગયો,તારો મીઠો રસ ચોરી ગયો...?
ફૂલે સહજ રીતે વિનમ્રતા ન છોડી કહ્યુ “હે પ્રિય ડંખ ન હતો એ મધુર તુજ સ્પર્શ હતો,તારા સ્પર્શનું સ્પંદન હતું તેથી તો મે મધુર
રસ અર્પ્યો તુજને...નહિતો શૂળના ડંખ હું તને આપી શક્યું હોત.. !ભ્રમર તો કહે હુ તો આમ જ એક ફૂલ થી બીજા ફૂલ પર મંડરાયા કરીશ,
તુ મને યાદ કંઈ રીતે રાખીશ...!
ફૂલે સુંદર જવાબ આપ્યો એ મારો જાણે અજાણે ભાસ હતો કે પ્રતિક્રિયા જાણતી નથી
પણ એક વાક્ય ગુંજ્યા કર્યુ “મધુર યાદો ના
સ્પંદન” થી હું તને યાદ કરીશ પ્રિય..!સૂર્ય ના આગમનની વધામણી ખાતા સૂર્ય કિરણો પ્રસર્યા ને બેનો મીઠો ઝધડો સાંભળી ઘરના
દરવાજે પહોંચી ત્યારે મારી પાસે પણ કોઈની
મીઠી યાદોનું સ્પંદન મને સ્પર્શી પુલકિત કરી
ગયું ..ને મન ભ્રમર જેમ ગુંજન કરી રહ્યું .
જયશ્રી.પટેલ
૧૬/૮/૧૮