Gujarati Quote in Blog by Vipul

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારો દીકરો મારું ગૃહસ્થંભ

આજકાલ "મારી દીકરી મારુ અભિમાન" ખાસ્સુ ચાલ્યુ છે,
એના સંદર્ભે થોડી વાત ..

આપણા સમાજ મા અત્યારે એવુ વાતાવરણ ઉભુ થયુ છે કે કરવામા આવ્યુ છે કે,
જે પૂણ્યશાળી હોય એના ઘર મા જ દિકરી હોય તો શું દિકરો હોય એ પાપી???
આમ કહીને આપણે દિકરાને અન્યાય કરીએ છીએ, ઉતારી પાડીએ છીએ..
ઈશ્વર ની એ કૃપા પ્રસાદ ને ગાળ દઈએ છીએ..
જ્યારે હકિકત એ છે કે અમુક અપવાદ ને બાદ કરતા સામાજિક બધીજ જવાબદારી એક દિકરો જ ઉઠાવે છે...
સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જેટલી લાગણી દિકરી ને હોય તેટલી દિકરાને ન હોય,
પણ...
એ તો પ્રકૃતિ એ પુરુષ નુ ઘડતર જ એવુ કર્યુ છે...
વાત રહી માં બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલવા ની..
શું પરણ્યા પહેલાં કોઈ દીકરા એ પોતાના માં બાપ ને તરછોડી ને વૃદ્ધાશ્રમ માં મૂક્યા હોય એવુું સાંભળ્યું છે?... ના..
કેમકે એની પાછળ પણ દીકરાની પત્ની નું જ હાથ હોય છે..( કે જે કોઈક પિતાની લાડલી , મહાન, સ્વર્ગ ની પરી, અને વ્હાલ નો દરિયો એવી દીકરી જ હોય છે ખરું ને!)

બીજી એક મહત્ત્વની વાત કે, જેટલુ આપણે દિકરી જમાઈ સાથે એડજસ્ટ કરીએ છીએ તેટલુ દિકરા વહુ માટે કરીએ છીએ???
એક વાર કરી તો જુઓ...

દિકરી લગ્ન પછી સાસરે જતી રહેશે,
પણ...
દીકરો આખુ જીવન સંઘર્ષ કરી મા બાપ ની સેવા કરે છે...
તથા તેના પરીવાર માટે રાત દિવસ મહેનત કરી પોતાનું આખુ જીવન મા બાપ તથા પરીવાર માટે સમર્પણ કરે છે...

? દીકરો એટલે શું???

દીકરો એટલે પાંગરેલી કૂંપળ...

દીકરો એટલે વજ્ જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ...

દીકરો એટલે ટહુકાને ઝંખતુ વૃક્ષ...

દીકરો એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ...

દીકરો એટલે રફટફ બાઇકમાં ઝૂલતું કીચેઇન...

દીકરો એટલે માં બાપ સહિત પૂરા પરિવાર ને પોતાના ખભે લઈ જતો ભીમ સેન

દીકરો એટલે બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું...

દીકરી નું રુદન Whatsapp, FaceBook, ની દિવાલને ભિંજવતું હોય છે,
પણ દીકરા નું રુદન એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી!!!

કહેવાય છે કે દીકરી ને ચાહતા રહો સમજવાની જરુર નથી...
હું કહુ છું દીકરા ને બસ સમજી લો...આપોઆપ ચાહવા લાગશો...!!

મારો દિકરો મારો પરિચય, મારું ગૌરવ....!!!

Gujarati Blog by Vipul : 111222105
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now