મળ્યુ એ 'માણવાની' પણ મજા છે,
ન મળ્યુ એ 'ચાહવાની' પણ મજા છે!!
એક માં એક ઉમેરો તો બે થાય- એવું શિક્ષક શીખવાડી ગયા...........
પણ,
બે માંથી એક બાદ કરો તો, એકલા થઈ જવાય-
એવું જિંદગી શિખવાડી ગઈ !!
કળિયુગની આ દુનિયામાં છે
રમત 'રમતાં રમતાં' માણસ ગમી જાય ને..........
ગમતા માણસ જ રમત રમી જાય!!
ઘણા લોકો માટે 'હું' સારો નથી હોતો..........
પણ તમે જ કહો કયો એવો 'દરિયો' છે જે ખારો નથી હોતો.......!!