આપણા જીવનમાં રોજ કોઈને કોઈ નવા વ્યક્તિ જોડે મુલાકાત થતી હોય છે. એમાંથી ઘણા થોડા કલાક તો ઘણા થોડા દિવસ કે થોડા મહિના કે ઘણા આજીવન આપણી જિંદગીમાં રોકાઈ જતા હોય છે. અમુક વ્યક્તિ ઓછો સમય રોકાઈને પણ પોતાના હોવાનો એહસાસ કરાવી જાય છે. અને એ સમયની યાદો જીવનભર આપણા જીવનમાં એક આગવી છાપ છોડીને જતી હોય છે.
આવી જ એક વ્યક્તિ મારા જીવનમાં આવી, મૃદુલા બેન. આમ તો મારા કેર ટેકર બની ને આવ્યા પણ પૂરા ત્રણ મહિના ખૂબ સરસ સમય વિતાવ્યો અમે જોડે. અને એ દરમિયાન મને ખબર પડી કે એમને પણ પહેલા શાયરી લખવાનો શોખ હતો જે ફરી જીવંત થયો ને આ શાયરી એવી જ એક પળમાં એમણે લખી. જે હું તમારા બધાની જોડે શેર કરવા માંગુ છું.