*હવેની પેઢી ના નસીબમાં આ નથી*
દફતર લઈને દોડવું...!!
*તૂટેલી ચપ્પલ નું જોડવું...!!*
નાશ્તા ના ડબ્બાઓ...!!
*શર્ટ પર સહીના ધબ્બાઓ...!!*
ખોબે ખોબે પીવાતું પાણી...!!
*રીસેસ ની વિશેષ ઉજાણી...!!*
બેફામ રમાતા પકડ દાવ...!!
*ઘૂંટણ એ પડતા આછા ઘાવ...!!*
બાયોં થી લુંછાતા ચેહરા...!!
*શેરીઓમાં અસંખ્ય ફેરાં...!!*
ઉતરાણ ની રાત જાગી...!!
*પકડાયલા પતંગ ની ભાગી...!!*
ભાડાં ની સાયકલ નાં ફેરાં...!!
*મહોલ્લાના ઓટલા પર ડેરા...!!*
મંજી ની રેલમ છેલ...!!
*ગીલ્લી ડંડા નો એ ખેલ...!!*
ચાર ઠીકડી ને આટા પાટા...!!
*લાઈટના થાંભલે ગામગપાટા...!!*
વરસાદે ભરપૂર પલળવું...!!
*ખુલ્લા પગે રખડવું...!!*
બોર આમલી નાં ચટાકા...!!
*પીઠ પર માસ્તર ના ફટાકા...!!*
બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...!!
*નાં ટ્યુશન નાં ટેન્શન...!!*
*વાત સાચી લાગી...!!*
*કે નહિ મિત્રો...!!!!*
*બધું ભૂલાઈ ગયું...!!*
*આ મોર્ડન લાઈફ ની લાઇ માં...!!*
કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!
માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!