Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લો હવે આ નવું જાણો,
હમણાં કેટલાક દિવસોથી લોકોને પોતાનો બુઢાપો જોવાની તાલાવેલી લાગી છે! પોતાની વાત તો ઠીક પછી બીજા કેવા દેખાશે એ જોવાનું મન થાય અને પરિણામે કંઈ કેટલાય લોકો ભર જુવાનીમાં ડોસા જેવા દેખાવા લાગ્યા, અલબત્ત ફોટામાં! ફેસબુક પર નજર કરતાં તો જાણે ઘરડાઘરમાં આંટા ફેરા મારી રહ્યા હોઈએ એવું લાગે, ફક્ત પુરુષોનું ઘરડાઘર એ પણ! હજુ સુધી કોઈ નારીને પોતે ઘરડી થશે ત્યારે કેવી દેખાશે એ ટ્રાય કરતી જોઈ નથી! કેટલાય લોકોએ ચેલેન્જ પણ આપી છતાં કોઈ માનુની માની નહિ ?

મોડે મોડે હવે જાગૃત માણસોનું ધ્યાન ગયું કે ફેસએપ નામનું આ એપ એને વાપરનાર વ્યક્તિનો પ્રાઇવેટ ડેટા ચોરી કરે છે! મીડિયાના અહેવાલ પ્રમાણે આ પ્રકારના એપ યૂઝર્સની મંજુરી વિના જ તેમની તસવીરો પોતાની પાસે અપલોડ કરી લે છે. એપ ઇન્સ્ટોલ કર્યા પછી તે મોબાઈલમાં ગેલેરીનો કબજો મેળવી લે છે. આ એપના નિયમો અને શરતો વાંચ્યા વગર એને રાખી લીધું હોય તો જણાવી દઉં કે આ એપ યૂઝર્સના તમામ ડેટા કંપનીને કોઈ પણ પ્રકારે ઉપયોગમાં લેવાની વાત કરે છે! તમારી જાણકારી, તમારા ફોટો, વિડિયો કંપની તમને જાણ કર્યા વગર બીજે ગમે ત્યાં વાપરી શકે છે...

નવાઈની વાત છે કે થોડાક જ સમયમાં ફેસએપ ગૂગલ પ્લે ઉપર સૌથી વધારે ડાઉનલોડ થતી એપ બની ગઈ છે..! જે બાત કોણ કહે છે મારી પાસે સમય નથી! ચિંતા ના કરો બૉસ એને ડાઉનલોડ કરનારા તમે એકલા નથી દસ કરોડથી પણ વધારે લોકો આ એપ વાપરી રહ્યા છે!

તમારી જુવાનીમાં કામ કરવાના કલાકોમાંની થોડીક પળો મોજ કરવા વાપરી જ શકાય, એક નવું એપ ટ્રાય કરી શકાય અને દોસ્તો સાથે થોડી ગમ્મત કરી શકાય એમાં કંઈ ખોટું નથી પણ.. આજના આ જમાનામાં જ્યારે કોઈને પણ તમારો ફોન તમે જોવા ના આપતા હો ત્યારે કોઈ વિદેશી કંપનીનો કોઈ તદ્દન અજાણ્યો માણસ તમારાં પર નજર રાખી રહ્યો હોય, તમારા ડેટાનો વપરાશ કરી રહ્યો હોય ત્યારે તમને ચિંતા જેવું નહિ લાગે?

કોઈ પણ એપ હોય દોસ્તો એને ડાઉનલોડ કરતી વખતે એ જે જે પરમિશન માંગે એમાં બધામાં “ઓકે" જ ના ક્લિક કરવું કેટલીક વખતે “deny" પર પણ ક્લિક કરી દેવું.. બસ આટલું જ કરવાનું છે આ મોબાઈલની માયાજાળમાં ફસાયેલા જિવડાઓને કોઈ ટેન્શન વિના આરામથી અને ઝડપથી ઘરડા થવા માટે ?

ટુંકમાં આજનું જ્ઞાન, જેમ પત્ની કે ગર્લફ્રેન્ડને દરેક વાતે “ઓકે જાનું" નથી કહેતા એમ જ નવી લીધેલી એપને પણ દરેક વાતે “ઓકે" નહિ કરી દેવાનું...!!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?
©Niyati Kapadia.

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111219766
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now