Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદો...

હા આ જ તો છે જિંદગી. દરેક પળ વ્યક્તિ સાથે એ જોડાઈ જાય છે અને એ જ યાદોના સહારે જિંદગી ડગ ભરતી જાય છે. ક્યારેક એવું પણ લાગે કે આવી યાદ હોય તો કેવું રહે..!! તેવી યાદ હોય તો કેવું રહે..!!

પણ આ પળે પળ ચાલતી જિંદગીમાં આ યાદો અને સંભારણાઓનું એવુંજ છે. ક્યારેય ઇચ્છા મુજબ ના હોય. અણધાર્યા બનેલા પ્રસંગો સારી કે ખરાબ યાદો બની આજીવન પોતાની એક અલગ આગવી છાપ છોડી જાય છે.

તમને થતું હશે કે આ બધું શું છે..!?
આજે અને અત્યારે કેમ..!?

અરે ઊંગ નહોતી આવતી તો થયું યાદો નો આશરો લઈ જોવું અને તમારા સાથે મનની વાતો શેર કરતો જાઉં. કદાચ ઊંગ આવી જાય.

*****

પળ પળ ચાલતી જિંદગીમાં હજુ કાંઈક બાકી છે,
સંબંધોના સરવાળામાં જીવવાનું કાંઈક બાકી છે,
હતી, છે ને રહેવાની એ હર હમેશાં જિંદગી મારી,
એટલેજ હજુય કેટલાએ અરમાનો મારા બાકી છે.

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

*****

Note:- આ મગજમાં ચાલતું one way conversation છે એટલે કોઈએ બહુ ટેન્શન લેવું નહીં. હા, રાત્રીના ચામાચીડીયાઓને પોતાના વિચારો રજુ કરવાની છૂટ છાટ છે. ???

Gujarati Blog by ધબકાર... : 111218401
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now