Gujarati Quote in Motivational by Vidya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....... . "ગુરુ પૂણિૅમા"......

અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસપૂજાનો દિવસ.આજના દિવસે પવિત્ર સંસ્કૃતિના ઘડવૈયઓનું પૂજન થાય .ભારતીય સંસ્કૃતિએ ગુરુઓને હંમેશાં કળશરૂપ સદ્ ગુરુને પૂજયા છે.......અજ્ઞાનના અંધકારને નિવારવા જ્ઞાનની જયોત પ્રગટાવનાર ગુરુ અને જીવન વિકાસની તમન્ના રાખનાર શિષ્યનો સંબંધ અલૌકિક હોય છે.

આવી જ રીતે ગુરુના અનેક પ્રકાર છે....જેવા કે ચંદન ગુરુ,વિચાર ગુરુ,અનુગ્રહ ગુરુ,સ્પશૅ ગુરુ,કૂમૅ ગુરુ,ચંદ્ર ગુરુ,દપૅણ ગુરુ,કૌંચ ગુરુ વગેરે.....પ્રત્યેક ગુરુની આગવી વિશેષતા છે...

~ દપૅણ ગુરુ~

દપૅણ ગુરુ શિષ્યને આત્મનિરીક્ષણ કરાવે છે.દપૅણમાં જોંવુ એટલે પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરવાનો.દપૅણમાં પડતું પ્રતિબિંબ એ આપણો ખરો મિત્ર છે.જો એ આપણાથી નારાજ થાય તો આપણા જીવનની શાંતિ અને ચેન હરામ થઈ જાય. પ્રસિદ્દિના શિખરે પહોંચ્યા પછી માનવે આત્મપરીક્ષણ બનીને દપૅણની સામે ઊભા રહેવું જોઈએ.પોતાની અંદર રહેલા આપણા મિત્ર જોડે આંખ મિલાવતા જો આપણે શરમિંદા બનતા ન હોઈએ તો આપણે મેળવેલી પ્રસિદ્દિ એ પ્રભુની પ્રસાદી છે એમ માનવામાં વાંધો નથી.....Know Thyself 'તું તારી જાતને ઓળખ'......આત્મજ્ઞાન તરફ દોરતું સોક્રેટિરનું આ વાકય દપૅણ સામે ઊભા રહ્યા પછી જુદા જ સંદભૅમાં સમજાય છે.આ રીતે ભૌતિક,સાંસ્કૃતિક કે આધ્યામિક સ્તર પર આપણને આપણી જાતની સાચી ઓળખાણ કરવાની ક્ષમતા દપૅણ ગુરુ ધરાવે છે...!!.......
?ગુરુપૂણિૅમાની શુભકામના?

સૌજન્ય-સંસ્કૃતિ પૂજન.(સદ્ વિચાર દશૅન)

Gujarati Motivational by Vidya : 111218162
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now