ગુરુ પૂર્ણિમા
મારા બધા ગુરૂજીઓ ને મારા માનભર્યા પ્રણામ.
નિત્ય પ્રેમભાવ થી લઉં છું હું, તમારું બધાનું માન ભર્યું નામ.
કરું છું પ્રેમાંજલી, શ્રદ્ધાંજલિ અર્પણ, જેમને આપ્યો મને જનમ.
સર્વ પ્રથમ ગુરુ આપના માટે આપણા માત પિતા, એમને ખૂબ ખૂબ નમન.
હર એક વ્યક્તિ જેમને આપ્યા મને સારા સંસ્કાર, એમને હેત ભર્યા પ્રણામ.
મારાં જર મમ્મી, બાબા, રામ્યાર, રોડા આંટી, ડાહી, ભૂપેન્દ્ર સર, લઈ શકું નહિ બધાં નામ;
પણ અંતર થી માનું છું હું તમારા બધાનો, ખૂબ ખૂબ આભાર.
સ્વીકારજો મારા પ્રેમભર્યા પ્રણામ અને અંતર થી માનેલો, આદર ભરેલો, આભાર.
Armin Dutia Motashaw