બધુંજ તો તારું છે...
લે આ મારા પ્રેમ ની પીંછી ને
ચિતરી દે તારા સ્મરણો...
લે આ મારી યાદો ની સહિ ને
લખી નાંખ એમાં તારી લાગણીઓ..
લે આ મારી કલ્પનાઓ ને
લખી નાંખ તારા મનની કવિતાઓ...
લે આ મારી આંખોની નજર ને
જોઇ લે તારા-મારા મિલન નું ક્ષીતિજ...
લે જાલ મારો હાથ ને
ખુંદીનાંખ આ ભવ નો એ ભવસાગર...
લે આ મારા હૃદય ની ધબકાર ને
જીવી જા જગત ની એ ચાર પળો...