જન્મ અને મૃત્યુ વચ્ચે રહે છે જિંદગી.
મૌન તોય કેટકેટલું સૌને કહે છે જિંદગી.
ક્યાંક સરિતાવત્ તો ક્યાંક મંથર ગતિ ,
ધરી ધીરજને આખરે એ સહે છે જિંદગી.
મોસમની જેમ બદલાય મિજાજ એનો,
સુખદપળે ઝરણાંવત્ એ વહે છે જિંદગી.
કોઈ નથી પામી શકતું રહસ્ય અગોચર,
મોતના બિછાને પણ સૌ ચહે છે જિંદગી.
અનુકૂલનની આવડતે સરળ થૈ જનારી,
બાકી ફરિયાદોમાં સૌની વીતે છે જિંદગી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.