થોડા વાંકા ચુકા થોડા આડા અવળા
ક્યારેક ઝીણા તો ક્યારેક જાડા
ક્યારેક પ્રેમ ની ધરતી પર લઈ જતા તો
ક્યારેક વેદના ની ખીણ માં ધકેલી દેતા
ક્યારેક ચહેરા પર ખુશી લાવતા તો
ક્યારેક આંસુ ની ધાર વહાવી દેતા
આ શબ્દો પોતાની માયાજાળ માં લપેટી લેતા
બચપણ થી તે બન્યા સાથીદાર પરિચય
કરાવ્યો દરેક લાગણી ને સંવેદન થી
ખેંચતા રહૃાા તેની માયાનગરી માં
ધીમે ધીમે ચઢ્યો નશો આ શબ્દો નો
હવે આંગળી ના ટેરવે આવી ને વ્યક્ત થવા લાગ્યા
રચવા લાગ્યા પોતાની માયાજાળ ને હું
આ શબ્દો ના પ્રવાહ માં તણાતી, ભીંજાતી
દરેક સંવેદનાઓ વહાવતી તે શબ્દો માં જીવવા લાગી...
#pooji