પિયર થયું પરાયું
પિયર થયું પરાયું, અરે અરે, ગોરીનુ પિયર થયું રે પરાયું
આમ માત પિતા ના જતાની સાથે જ નસીબ બી શરમાયું, કરમાયું.
જે હતું એનું પોતાનું, તે આજે થઈ ગયું કોઈ બીજાનું.
એને પોતાના જ આં ઘરમાં, લાગે હવે સાવ અંજાનું.
જ્યાં હક્ક થી મેળવતી હતી એ માંગ્યા વગર બધું;
માતા પિતા ની લાડકી એકની એક દીકરી હતી એ; ત્રણ એના વીરા.
જાન વસ્તો હતો એનામાં, લાડકોડ અને સંભાળ રાખતા હતા એના વીરા.
વિચારે છે એ, આજે ભાભીઓ ની જેમ, એ કેમ થઈ ગયા પરાયા !!
શું ભૂલી ગયા એ બચપણ ની મીઠી વાતો, એ યાદો ?
પછી પોતેજ બોલી, વૃક્ષ જાય તો ક્યાંથી મળે કોઈને છાયડો !!!
હવે તો બસ યાદોના સહારે જીવવું પડશ એને
વિચારે છે એ બિચારી, શા કારણે ત્યાગી દીધી એમને
કેમ સમઝાવે કોઈ એને; છે આં મતલબી સંસાર
અહીં માત પિતા સિવાય બીજું કોઈ કરે નહિ નિસ્વાર્થ પ્યાર.
સ્વીકારી લે તું માત પિતા ના સિધાર્યા પછી પિયર તો થાય જ પરાયું.
Armin Dutia Motashaw