અવસર ચૂકીશ નહિ મેહુલા.
પ્રતિક્ષા કરાવીશ નહિ મેહુલા.
છે એ સમજદાર ટાણું સાચવે,
એટલું તું ભૂલીશ નહિ મેહુલા.
સમય વીત્યે હાજરી શું કામની?
આવું તું વરસીશ નહિ મેહુલા.
ફરજ ચૂકનાર સૌ નિંદાય છે,
મોડો હવે થઈશ નહિ મેહુલા.
શું તું થયો છે કૈં નારાજ આજે?
રીસ લાંબી રાખીશ નહિ મેહુલા.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.