English Quote in Poem by Anand

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સર્વ કળીઓના ખ્વાબમાં આવી
તારી ખુશ્બૂ ગુલાબમાં આવી

આંખ પ્યાલીમાં ઓગળી ગઇ છે
કોની છાયા શરાબમાં આવી !

તારા હૈયે જે વાત ઘૂંટાઇ
જો એ મારી કિતાબમાં આવી

એણે જ્યારે નજર કરી ઊંચી
રોશની આફતાબમાં આવી

લાખ પત્રો લખ્યા હશે ત્યારે
એક લીટી જવાબમાં આવી

પ્રેમનો દાખલો ફરી માંડો
ભૂલ પાછી હિસાબમાં આવી

- આદિલ મન્સૂરી

English Poem by Anand : 111215235
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now