કુટુંબ પર સ્નેહ વરસાવતી' મા' તું ક્યાં હશે?
અમને સર્વસ્વ સદા લાગતી ' મા' તું ક્યાં. હશે ?
પ્રેમપાલવ નિજ સંતાનો પર સદાય લહેરાતો ,
એની ખુશીમાં ખુશી માનતી ' મા' તું ક્યાં હશે?
દુઃખો સઘળાં ભૂલાઈ જતાં તારા સ્નેહ થકી,
બાળકોનાં હિતનું વિચારતી ' મા' તું ક્યાં હશે?
ગયો દસકો વીતી 'મા' તારા દેવ થયાને આજે,
હર પળ ચિંતા અમારી કરતી ' મા' તું ક્યાં હશે?
યાદ તારી જનેતા નયન સૌનાં વરસાવી જાય છે ,
એ' દીપક' શબ્દને ઉચ્ચારતી ' મા' તું ક્યાં હશે?
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.