Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને કદી પણ ન વિસરનારું બાળપણ મારું.
અતીત સ્મરણો વાગોળનારું બાળપણ મારું.

ભોળાભાવે ભમતા કેવા સહુ મિત્રો સંગાથે,
દુનિયાદારીથી દૂર રહેનારું બાળપણ મારું.

રમવુંને રખડવું એકમાત્ર પ્રવૃત્તિ હતી અમારી,
એમાં ભણવાનું રહી જનારું બાળપણ મારું.

હતી નફરત સખત ભણવાથી મુજને સદાય,
મિત્રો સંગાથે મન મોહનારું બાળપણ મારું .

વાતવાતે વડિલોની રોકટોક મનને અકળાવતી,
મુક્ત ગગનનું પંખી બનનારું બાળપણ મારું.

લડવું,ઝઘડવુંને રીસાવું કરી મનામણાને મનાવું,
નિર્દોષ નિખાલસ થૈ વીતનારું બાળપણ મારું.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111210714
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now