સંબંધોનું રાજકારણ રમે છે દુનિયા.
એથી જ કેટકેટલું એ ખમે છે દુનિયા.
બુનિયાદ સ્વાર્થની સઘળે દેખાતીને,
અનુકૂળ સ્થિતિમાં એ ગમે છે દુનિયા.
ઝૂંટવી લઈ કોળિયો કોઈના મુખેથી,
બત્રીસ વાટકે ભોજન જમે છે દુનિયા.
વિચારે છે પોતાનું જ એ દરેક વખતે,
ગરજ આવતાં કેવી રે નમે છે દુનિયા.
પ્રસંગોપાત થઈ જાય બિનધાસ્ત એ,
આવીને ઉત્સાહમાં એ ઝૂમે છે દુનિયા.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.