છેવટે તો આપણા બધાની મંઝિલ તો એક જ છે (સ્મશાન) તો પછી આપણે આખી જિંદગી જે મંઝિલની વાત કરીએ છીએ એ કંઈ મંઝિલ છે?? આપણે આપણી છેલ્લી મંઝિલ સુધી પહોંચવા માટે જિંદગીમાં કેટલી અવનવી મંઝિલો વિચારીએ છીએ અને અંતે તો આપણને ખબર પડે છે કે આખરી મંઝિલ સુધી પહોંચતા પહોંચતા આપણે જે જિંદગી જીવવાની હતી તે તો જીવ્યા જ નહીં.છેવટની મંઝિલ સુધી પહોંચવા માટે આપણે જિંદગીમાં કેટલો સંઘર્ષ કરીએ છીએ!!!