☘☘☘☘☘☘☘☘
પડછાયા ને પડઘા વચ્ચે રમીએ થપ્પો ;
સમીસાંજના તડકા વચ્ચે રમીએ થપ્પો !
???
બાકી રહેલી લાગણીથી ધબકતા સંદેશા ;
ઘડીક તુ ને ઘડીક હુ વાંચુને રમીએ થપ્પો !
???
પંખી મુકી ગયા ઝુલતી ડાળીએ ટહુકાઓ;
યાદના કાફલાઓ મનમાંને રમીએ થપ્પો !
???
ઉઘાડી આંખે ઉજાગરા ઓઢેલી રાતો ;
આંખ સજળને નજરમાં રમીએ થપ્પો !
???
તકલીફ થઇ છે મારાથી ઘણી લોકોને
ક્યારેય શોધી ન શકે મને , રમીએ થપ્પો !
✍? *વિપુલા મહેતા*
? *સંવેદનાના ઝરણાઓ*?