Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ કરનારા ક્વચિત કોઈને પાગલ લાગે.
હૈયું ધરનારા ક્વચિત કોઈને પાગલ લાગે.

છે દુનિયા એની અલગ આમજનથી દૂર,
જુદું કરનારા ક્વચિત કોઈને પાગલ લાગે.

હોય છે નિજાનંદે એ મસ્તીમાં ડૂબેલાઓ,
ધૈર્ય રાખનારા ક્વચિત કોઈને પાગલ લાગે.

પાગલ થયા વિના ઇશ્વર પણ મળતો નથી,
સદા ફરનારા ક્વચિત કોઈને પાગલ લાગે.

ધારેલું પામવા ઉદ્યમી સતત મથતા રહેતા,
હરિ ભજનારા ક્વચિત કોઈને પાગલ લાગે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111208741
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now