અનુમાનના આધારે લગાડાય છે શરત.
છાપકાંટાના ન્યાયે થતી હોય છે શરત.
સ્થળ, સમયને સંજોગો લક્ષમાં લઈને,
જીતવાની અપેક્ષા થકી કરાય છે શરત.
" લગાવ શરત " માં આત્મવિશ્વાસ રણકતો,
શક્યતાની બુનિયાદે ઉચ્ચારાય છે શરત.
લગાવી હાથતાળી નકકી ગણાય છે શરત,
અધિક અનુભવ થકી જ જીતાય છે શરત.
આનંદ થાય છે ઈડરિયો ગઢ જીત્યા જેટલો,
સતત મહાવરા વડે હસ્તગત થાય છે શરત.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.