Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘડપણ

તું મને મળ

પણ થોડું મોડું મળ !

કારણ?!

હું નાની હતી ને
ત્યારથી જ

ઝટ મોટા થવાની
વાતો કરતી હતી,

ને એવું જ વર્તન પણ !

મને ટીચર /ડૉક્ટર /પાયલોટ
બનવું હતું .

ને બની ગઈ હું ગૃહિણી,

કારણ એ પોસ્ટ માટે કોઈ
ડિગ્રીની જરૂરત નથી હોતી.

એક પ્રેમાળ હૈયું હતું

ને એક થનગનતું યૌવન !

જેણે મને સંસારની અટપટી જાળમાં
લપેટી થોડા જ વર્ષોમાં
પ્રૌઢા બનાવી દીધી !

મારૂં પ્રૌઢત્વ બહુ લાબું ટક્યું

ને હજુ કૈં સમજું
એ પહેલાં તો લો
ઘડપણ આવી પૂગ્યું !

અરે..
તક મળ્યે ફરી ભણીશ

મેં મારી જાતને વચન દીધું હતું.

એ તક કેમ આવી જ નહીં?

મારા શોખને સંસારની જરૂરતો માટે
મેં મુલતવી રાખ્યાં હતાં

પણ જરૂરતો જ ક્યાં પુરી થઈ ?

હજુ આજે પણ બધા માટે
હું વ્યક્તિ નહીં, જરૂરત છું !

ફક્ત ગૃહિણી બનીને મોજ કરવામાં

મને ઘસારો ક્યાં લાગ્યો?

કેટલું આસનીથી બધા પૂછે છે ,

કોને કહું કે ના દેખાય એવા
મૂઢમાર હોય છે ગૃહિણીના નસીબમાં !

સમય સાથેની એની કાયમી હોડમાં

બીજાને જાત કસાતી લાગે છે પણ

પૈસો કમાઈ ના શકવાની લ્હાયમાં
પૈસો બચાવવા જતાં
એને જાત જ નહીં
જિંદગી ઘસાતી લાગે છે!

તું થોડું થોભીશ..મારા ઘડપણ?

તો હું મારી પુત્રવધુ/ દીકરીની
બરોબરી કરી લઉં !

પેલા કિશોર /કિશોરીઓ સાથે
થોડી નાદાનીયત કરી લઉં !

કે પછી મારા પૌત્ર / પૌત્રી સાથે
બાળપણ - બાળપણ રમી લઉં !

તું આવતું હોય

ભલે આવ ને ..
બસ થોડું જ હો..

થોડું હું મારા માટે ય જીવી લઉં !!

??

- Dedicate to All House wifes

Gujarati Blog by Kavita Gandhi : 111208060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now