સપના
ખુલી આંખોએ જોવાય નહિ સપના, આં તું ક્યારે સમજશે ?
આવું કરશે તો વિખૂટા પડી એ તારી આંખો સામેથી ઓઝલ થશે.
સમજ જરા, સપના જોવા માટે માનવ ને જોઈએ, મીઠી નીંદર.
પણ તું તો શાંતિપ્રિય શશી ને બદલે માંગે તપતો રવિન્દર .
યાદ હશે તને, નીંદર ન આવે તો સપના ક્યાંથી આવે;
એટલે જ, ભર દિવસે, મારી ખુલી આંખો સપના સજાવે.
Armin Dutia Motashaw